હું કહું કે તું કહે
હું કહું કે તું કહે, વાત એની એ જ છે
દિલ ગુમાવ્યું આપણે, રાત એની એ જ છે
હું કહું કે તું કહે, વાત એની એ જ છે
દિલ ગુમાવ્યું આપણે, રાત એની એ જ છે
હું કહું કે તું કહે...
વસંતના આકાશનું વાદળું વરસે ખરું?
મોસમ નથી પણ
દિલ દિવાનું થાય તો હું શું કરું!
ભૂલા પડ્યા બે કાળજાની વાત એની એ જ છે
દિલ ગુમાવ્યું આપણે, રાત એની એ જ છે
હું કહું કે તું કહે...
ગજરે ગૂંથ્યું આ કેશનું છે ઉપવન મહેકી રહ્યું
ગુમાનમાં એથી જ મારું મન છે બહેકી ગયું
ફૂલ ને કંટક જુદા પણ જાત એની એ જ છે
દિલ ગુમાવ્યું આપણે, રાત એની એ જ છે
હું કહું કે તું કહે, વાત એની એ જ છે
દિલ ગુમાવ્યું આપણે, રાત એની એ જ છે
હું કહું કે તું કહે...
સ્વરઃ આશા ભોસલે અને મન્ના ડે
ગીત-સંગીતઃ અવિનાશ વ્યાસ
ચિત્રપટઃ નંદનવન (૧૯૬૧)
ક્લીક કરો અને સાંભળોઃ
[આ દુર્લભ ઓડિયો ક્લીપ આપવા બદલ સુરતના શ્રી હરીશ રઘુવંશીનો ખૂબ ખૂબ આભાર.]
|