ઉપાધિઓ યે મધુરી લાગે आलक्ष्यदन्तमुकुलाननिमित्तहसै- रव्यक्तवर्णरमणियवचःप्रवृत्तीन् । अङ्काश्रयप्रणयिनस्तनयान्वहन्तो धन्यास्तदङ्गरजसा मलिनीभवन्ति ॥ (અભિજ્ઞાન શાકુન્તલમ્ અંક ૭ શ્લોક ૧૮૧) ખોળે બેસી મધુર હસતું, બોલતું કાલું કાલું માબાપોને શિશુવદન એ લાગતું વ્હાલું વ્હાલું નાના પગની મલિન રજથી વસ્ત્ર મેલાં છે જેનાં એ માબાપો મહદ્ સુખીયાં, ધન્ય છે સદ્મ એનાં ઉપાધિઓ યે મધુરી લાગે હૈયે ભરતી હરખની જાગે રચ્યાં સાથિયા કંકુ ઘોળી આંગણીએ પૂરી રંગોળી ત્યાં તો આવી પાડે પગલાં ને હસી હસી ભાગે ઉપાધિઓ યે મધુરી લાગે ઉપાધિઓ યે મધુરી લાગે નાની પ્યાલી, નાની થાળી પાટલો... મોટો ઢાળી કાલું કાલું કહી કોળીઓ નાનકડો માગે ઉપાધિઓ યે મધુરી લાગે ઉપાધિઓ યે મધુરી લાગે બાલુડાં ખિલખિલાટ કરતાં ભવન એ ભાગ્યવાન ઠરતાં સંસારીનાં એ સૌ સુખડાં ને દેવો પણ માગે ઉપાધિઓ યે મધુરી લાગે ઉપાધિઓ યે મધુરી લાગે ગીતઃ પ્રભુલાલ દ્વિવેદી સ્વરાંકનઃ માસ્ટર મોહન જૂનિયર નાટકઃ ગાડાનો બેલ (૧૯૪૬) આ ગીતની પુનઃ રજૂઆત માહેશ્વરીના સ્વરમાં છે અને સંગીત નિયોજન સુરેશકુમારનું છે. ક્લીક કરો અને સાંભળોઃ ભૂલ્યાં ન ભૂલી શકાય એવાં સુંદર નાટ્યગીતોના સોનેરી સંભારણાને જીવંત રાખવાની પ્રવૃત્તિ માટે શ્રી વિનયકાન્ત પ્રભુલાલ દ્વિવેદીનો ખૂબ ખૂબ આભાર.
|