[પાછળ]
મેઘરાજ આવો મારે દેશ

ઓ આષાઢ ઘેઘૂર આવ્યો રે
ઘન ઘનઘોર છાયો રે
મેઘરાજ આવો મારે દેશ, આવો મારે દેશ.

રૂમઝૂમ રૂમઝૂમ તારા નીરના ઝણકાર સુણું
નીરની ધારાઓના છાના એ ગાન સુણું
અને વીણું તારા મૃદુ હાસ્ય, આજ મેઘરાજ
આવો મારે દેશ, આવો મારે દેશ

ઓ આષાઢ ઘેઘૂર આવ્યો રે
ઘન ઘનઘોર છાયો રે
મેઘરાજ આવો મારે દેશ, આવો મારે દેશ.

વીજળીના ચમકારા, હૈયાના થનકારા
ઘેલી શ્યામ વાદળીના અણછૂપ્યાં મલકારા
વળી જોઉં ધનુષ્ય સપ્તરંગી, આજ મેઘરાજ
આવો મારે દેશ, આવો મારે દેશ

ઓ આષાઢ ઘેઘૂર આવ્યો રે
ઘન ઘનઘોર છાયો રે
મેઘરાજ આવો મારે દેશ, આવો મારે દેશ.

નોબત બ્રહ્માંડની આજ આવી ને બજાવો
વનશ્રીને હરિયાળી સાડીમાં તો સજાવો
કરો શરૂઆત સર્જનની ફરી, આજ મેઘરાજ
આવો મારે દેશ, આવો મારે દેશ

ઓ આષાઢ ઘેઘૂર આવ્યો રે
ઘન ઘનઘોર છાયો રે
મેઘરાજ આવો મારે દેશ, આવો મારે દેશ
 
સ્વરઃ ગીતા રોય
ગીત-સંગીતઃ જગદીપ વિરાણી
ચિત્રપટઃ નસીબદાર (૧૯૫૦)

ક્લીક કરો અને સાંભળોઃ
(આ અલભ્ય ઓડિયો ક્લીપ અને ગીતના શબ્દ
આપવા બદલ જાણીતા ફિલ્મ સંશોધક
શ્રી હરીશ રઘુવંશીનો ખૂબ ખૂબ આભાર.)
[પાછળ]     [ટોચ]