[પાછળ]
તમારા રાજદ્વારોના ખૂની ભભકા

તમારા  રાજદ્વારોનાં  ખૂની   ભભકા  નથી  ગમતા
મતલબની  મુરવ્વત  ત્યાં  ખુશામતના  ખજાના ત્યાં

ગુલામો  કાયદાના છો!  ભલા  એ  કાયદો  કોનો?
ગુલામોને  કહું  હું  શું?   અમારા  રાહ  ન્યારા છે!

મને  ઘેલો  કહી,  લોકો!  હજારો  નામ આપો છો!
અમે  મનસૂરના  ચેલાં,    ખુદાથી  ખેલ  કરનારા!

ખુમારીમાં જ મસ્તી છે!  તમે ના સ્વાદ ચાખ્યો એ
હમોને  તો  જગત  ખારું  થઈ ચૂક્યું!  થઈ ચૂક્યું!

હમો તમને  નથી  અડતા,  હમોને  છેડશો  કો ના!
લગાવી  હૂલ  હૈયે  મેં   નિચોવી   પ્રેમ  દીધો  છે!

મુબારક  હો  તમોને   આ  તમારા  ઈશ્કના  રસ્તા;
અમારો  રાહ ન્યારો  છે  તમોને  જે  ન ફાવ્યો  તે!

ગઝલઃ કલાપી
સ્વરઃ ઉદય મઝુમદાર
સંગીતઃ સુરેશ જોશી

ક્લીક કરો અને સાંભળોઃ

પ્રેમ, પ્રથા અને વ્યથાની એક મૌલિક, સંગીત સભર નાટ્યકથા ‘રાજવી કવિ કલાપી’ના સર્જન માટે ડૉ. ધનવંત શાહ અને શ્રી રાજેશ પટેલને ખૂબ ખૂબ ધન્યવાદ.

[પાછળ]     [ટોચ]