[પાછળ]
કહેતા જે દાદી વારતા એવી પરી!

કહેતા  જે  દાદી  વારતા,  એવી પરી  છે દોસ્ત
આંખોમાં એની  યાદની મહેફીલ  ભરી છે દોસ્ત

પાદરની  ભીની   મહેકથી   ભીનો   હજીયે  છું
ખળખળ નદી આ લોહીની નસમાં ભરી છે દોસ્ત

એઓ  ખરા  છે  આમ  તો, એ  તો  કબૂલ પણ
મારીય  વાત  આમ જુઓ  તો  ખરી  છે  દોસ્ત

‘કૈલાસ’   એને   ભૂલવું   સંભવ   નથી   છતાં
ભૂલી જવાની આમ તો  કોશીશ  કરી  છે દોસ્ત

શબ્દ: કૈલાસ પંડિત
સ્વર-સંગીતઃ મનહર ઉધાસ
આલ્બમ: આલાપ

ક્લીક કરો અને સાંભળોઃ

[પાછળ]     [ટોચ]