[પાછળ]
ભલે બધાયે ગાય

ભલે બધાયે ગાય મહિમા પ્રેમનો ભલે બધાયે ગાય મહિમા જીવનમાં કોકજને સમજાય મહિમા જીવનમાં કોકજને સમજાય મહિમા પ્રેમનો ભલે બધાયે ગાય મહિમા આંસુ પીને અંતર બાળે ત્યારે જ્યોતિ ઘર અજવાળે મન મળે પણ જાય મનોરથ પછી જ અમૃત પાય મહિમા પ્રેમનો ભલે બધાયે ગાય મહિમા પ્રીતિ પારિજાત મનાયે સૂકાય કે બળી જાય સદાયે જ્યાં વિકસે ત્યાં સુવાસ એની પાછળ મૂકી જાય મહિમા પ્રેમનો ભલે બધાયે ગાય મહિમા

તારે ભરોસે ઓ ભવ જીવ મૂકીને ગાઉં છું સત સાચવીને જાગું છું પણ મન મૂકીને ગાઉં છું

સ્વરઃ મોતીબાઈ ભભૂતગર રચનાઃ પ્રભુલાલ દ્વિવેદી સંગીતઃ મોહન જૂનિયર નાટકઃ શંભુમેળો (૧૯૪૭) ક્લીક કરો અને સાંભળોઃ

આ અલભ્ય ગ્રામોફોન રેકોર્ડની ઓડિયો ક્લીપ આપવા બદલ અમદાવાદના ગુજરાતી સુગમ સંગીત ફાઉન્ડેશનનો ઘણો ઘણો આભાર.

[પાછળ]     [ટોચ]