[પાછળ]
ગામ લીંબડીના બજારે
ગામ લીંબડીના બજારે વ્હાલો મારો જૂએ છે
મારા હૈડાને હીંડોળે નજરું એની ઝૂલે છે
ઝૂલે છે કંઈ જૂએ છે...
ગામ લીંબડીના બજારે વ્હાલો મારો જૂએ છે

ગામની વચ્ચે ચોતરો ઉઘાડો
ને ચોતરાની વચ્ચે ઓલ્યો પીપળો રે આડો
રે નીચો નમેલો ઓલ્યા પીપળાની ઓથેથી
ઊંચેથી નીચું જોવડાવે છે
ગામ લીંબડીના બજારે વ્હાલો મારો જૂએ છે

આણી કોર જાઉં તો કાંકરી મારે
ને ઓલી કોર જાઉં તો વાંસળી વગાડે
થકવી રે નાખી, હું તો કેમ જાઉં પાણી
એ તો કાનજી કુંવર કવરાવે છે
ગામ લીંબડીના બજારે વ્હાલો મારો જૂએ છે

એ વાંકલડી મૂછુંના ઠેકેદાર, વરણાગી લાલ
તારે ને મારે થાશે જોવા જેવી
હે પાઘલડી પીળી તું પહેરે લાલ, વરણાગી લાલ
તારે ને મારે થાશે જોવા જેવી
તારે ને મારે થાશે જોવા જેવી

સ્વરઃ સુમન કલ્યાણપુર
ગીત-સંગીતઃ પુરુષોત્તમ ઉપાધ્યાય

ક્લીક કરો અને સાંભળો
ઓરિજિનલ ગ્રામોફોન રેકોર્ડઃ

આ દુર્લભ ઓડિયો ક્લીપ મેળવી આપવા બદલ સાવરકુંડલાના પ્રાધ્યાપક ડૉ. દિલીપ ભટ્ટનો ઘણો ઘણો આભાર.

[પાછળ]     [ટોચ]