[પાછળ]
ઓ ભાભી તમે... ઓ ભાભી તમે... ઓ ભાભી તમે, કહો કે ના કહો વાત છાની પણ વેલ ઉપર ફૂલ ઉગવાની આ નિશાની ! ઓ ભાભી તમે... ઓ ભાભી તમે, કહો કે ના કહો વાત છાની પણ વેલ ઉપર ફૂલ ઉગવાની આ નિશાની ! ઓ ભાભી તમે... અણદીઠો કોઈ ટકટકાવી રહ્યો બારણું દૂરથકી દોર ખેંચી કોઈક હલાવે પારણું અણદીઠો કોઈ ટકટકાવી રહ્યો બારણું દૂરથકી દોર ખેંચી કોઈક હલાવે પારણું હવે ટેવ પાડો... હવે ટેવ પાડો ઘોડિયાની દોર ખેંચવાની વેલ ઉપર ફૂલ ઉગવાની આ નિશાની ! ઓ ભાભી તમે... ઓ ભાભી તમે, કહો કે ના કહો વાત છાની પણ વેલ ઉપર ફૂલ ઉગવાની આ નિશાની ! ઓ ભાભી તમે... લીંપેલા આંગણામાં પગલીનો પાડનાર આવ્યો કે આવશે ખોળાનો ખૂંદનાર લીંપેલા આંગણામાં પગલીનો પાડનાર આવ્યો કે આવશે ખોળાનો ખૂંદનાર પા પા પગે ચાલી... પા પા પગે ચાલી બોલે કાલી કાલી વાણી વેલ ઉપર ફૂલ ઉગવાની આ નિશાની ! ઓ ભાભી તમે... ઓ ભાભી તમે, કહો કે ના કહો વાત છાની પણ વેલ ઉપર ફૂલ ઉગવાની આ નિશાની ! ઓ ભાભી તમે... મામા.. કાકા.. બાપા.. દાદા.. સ્વરઃ કમલ બારોટ ગીત-સંગીતઃ અવિનાશ વ્યાસ ચિત્રપટઃ નંદનવન (૧૯૬૧) ક્લીક કરો અને સાંભળોઃ

આ અલભ્ય ગ્રામોફોન રેકોર્ડની ઓડિયો ક્લીપ આપવા બદલ સુરતના શ્રી હરીશ રઘુવંશીનો ઘણો ઘણો આભાર.

[પાછળ]     [ટોચ]