[પાછળ]
લખ્યા લલાટે લેખ

લખ્યા લલાટે લેખ વિધિના કોણ શક્યું છે જાણી કોટિ કરો ઉપાય ટળે નહિ, શું રાજા, શું રાણી... કર્મની ગત કોણે જાણી? કર્મની ગત કોણે જાણી? લવ-કુશનું પારણું ઝૂલાવે લવ-કુશનું પારણું ઝૂલાવે વનમાં વાલ્મિકી મુનિ કર્મની ગત કોણે જાણી? કર્મની ગત કોણે જાણી? મૃગ સોનાનું નથી જગતમાં મૃગ સોનાનું નથી જગતમાં છતાં સતીની મતિ મૂંઝાણી ભૂલી ગયા રઘુકુલશ્રી રાઘવ ને જાનકી હરાણી કર્મની ગત કોણે જાણી? જાણી... કર્મની ગત કોણે જાણી? માટી ઘડેલ રમકડે રમતાં માટી ઘડેલ રમકડે રમતાં રત્નજડેલ રમનારાં સૂર્યવંશી નૃપના કુંવરોની... એ જ કરુણ કહાણી કર્મની ગત કોણે જાણી? જાણી... કર્મની ગત કોણે જાણી?

સ્વરઃ મહમદ રફી ગીતઃ દુષ્યંત જોગીશ સંગીતઃ વસંત દેસાઈ ચિત્રપટઃ મોટી બા (૧૯૬૬) ક્લીક કરો અને સાંભળોઃ

આ અલભ્ય ગ્રામોફોન રેકોર્ડની ઓડિયો ક્લીપ આપવા બદલ સુરતના શ્રી હરીશ રઘુવંશીનો ઘણો ઘણો આભાર.

[પાછળ]     [ટોચ]