વાંચી જાણે છે કોણ? વાંચી જાણે છે કોણ વગરલખ્યા વાંચી જાણે છે કોણ વગરલખ્યા વાંચી જાણે છે કોણ વગરલખ્યા કોરાં કોરાં છતાંય જીગર લખ્યાં હોય જે લખેલ તે તો વાંચે સહુ કોઈ હોય જે લખેલ તે તો વાંચે સહુ કોઈ વગરલખ્યા વાંચનાર વાંચે ના કોઈ વગરલખ્યા વાંચનાર વાંચે ના કોઈ જે પ્રેમપંથનાં છે જે હૃદયગ્રંથ વાંચે જેને પાને પાને છે વાક્ય અમરલખ્યા જેને પાને પાને છે વાક્ય અમરલખ્યા વાંચી જાણે છે કોણ વગરલખ્યા વાંચી જાણે છે કોણ વગરલખ્યા પુનઃ રજૂઆતઃ પૌરવી દેસાઈ ગીતઃ પ્રભુલાલ દ્વિવેદી સ્વરાંકનઃ માસ્ટર કાસમભાઈ નાટકઃ વડીલોના વાંકે (૧૯૩૮) ક્લીક કરો અને સાંભળોઃ ભૂલ્યાં ન ભૂલી શકાય એવાં સુંદર નાટ્યગીતોના સોનેરી સંભારણાને જીવંત રાખવાની પ્રવૃત્તિ માટે શ્રી વિનયકાન્ત પ્રભુલાલ દ્વિવેદીનો ખૂબ ખૂબ આભાર.
|