ધુતારા ધરણીધરધુતારા ધરણીધર આ તારી વાંસળી રે લોલ
ઓલી વાંસલડીએ કંઈ ઘેલું કીધું ગામ જો...
ધુતારા ધરણીધર આ તારી વાંસળી રે લોલ
ધુતારા ધરણીધર આ તારી વાંસળી રે લોલ
સખી ના‘તાં-ધોતાં, દોતાં-વલોવતાં નિસર્યાં રે લોલ
સખી ઢળતાં-પડતાં, રડતાં મૂક્યાં બાળ જો
ધુતારા ધરણીધર આ તારી વાંસળી રે લોલ
ધુતારા ધરણીધર આ તારી વાંસળી રે લોલ
સખી સાસુ-સસરો, જેઠ-જેઠાણી નવ લહ્યાં રે લોલસ
સખી કંથજીની રડતી મૂકી પ્રીત જો
ધુતારા ધરણીધર આ તારી વાંસળી રે લોલ
ધુતારા ધરણીધર આ તારી વાંસળી રે લોલ
મધરાતે મોહનજી બેઠાં ગઠન કરી રે લોલ
ગોપીજનનાં હૈયા કંઈ છે ચીર જો
ધુતારા ધરણીધર આ તારી વાંસળી રે લોલ
ધુતારા ધરણીધર આ તારી વાંસળી રે લોલ
સખી અવળાં વસ્ત્ર ને અવળાં આભરણ પહેર્યાં રે લોલ
સખી કાન તણાં લઈ કેડે ઘાલ્યા પોત જો
ધુતારા ધરણીધર આ તારી વાંસળી રે લોલ
ધુતારા ધરણીધર આ તારી વાંસળી રે લોલ
સખી રામ-કૃષ્ણ પ્રભુ પધાર્યાં શેરીએ રે લોલ
સખી ગોપીજનની પૂરી થઈ ગઈ આશ જો
ધુતારા ધરણીધર આ તારી વાંસળી રે લોલ
ધુતારા ધરણીધર આ તારી વાંસળી રે લોલ
લોકગીત
સ્વરઃ સરોજ ગુંદાણી
ક્લીક કરો અને સાંભળોઃ
|