મને સપનાં શાનાં આવે? મને સપનાં શાનાં આવે? મને સપનાં શાનાં આવે? નથી ડોલતી આંબાડાળી નથી ડોલતો મોર હૈયાસૂનાં માનવી સૂતાં, તાણી નિંદર સોડ રે મારું હૈયું ડામાડોળ રે મને સપનાં શાનાં આવે? માઝમ રાતે અધઘેરેલી આંખે, નિંદર આવે ત્યાં તો પેલું સ્વપ્નું આવી, એની યાદ જગાવે રે મને નિંદર વેરણ લાગે રે મને સપનાં શાનાં આવે? અનંગ રંગભરેલું હૈયું આજે પળ પળ ઝંખે વ્હાલાના વિયોગે આજે, રાતલડી દિન લાગે ત્યારે સ્વપ્નાં શાનાં આવે? રે મને સપનાં શાનાં આવે? સ્વરઃ ગીતા રોય ગીતઃ પ્રાણવલ્લભ ભટ્ટ સંગીતઃ ઈન્દુકુમાર પારેખ ચિત્રપટઃ કન્યાદાન (૧૯૫૧) ક્લીક કરો અને સાંભળોઃ આ અલભ્ય ગીતના શબ્દો અને તેનું ઓડિયો રેકોર્ડિંગ ઉપલબ્ધ બનાવવા બદલ જાણીતા ફિલ્મ સંશોધક શ્રી હરીશ રઘુવંશીનો ખૂબ ખૂબ આભાર
|