[પાછળ]
પતંગીયું
કોઈ બોલશો ના... કોઈ ચાલશો ના... નહિતર પતંગીયું ઊડી જશે ! કોઈ બોલશો ના... કોઈ ચાલશો ના... નહિતર પતંગીયું ઊડી જશે ! નાની નાની પાંખવાળું, ઝીણી ઝીણી આંખવાળું, પીળું પતંગીયું ઊડી જશે ! કોઈ બોલશો ના... કોઈ ચાલશો ના... નહિતર પતંગીયું ઊડી જશે ! ફૂલે ફૂલે ભમતું, આનંદથી રમતું, બધાંને ગમતું, પીળું પતંગીયું ઊડી જશે ! કોઈ બોલશો ના... કોઈ ચાલશો ના... નહિતર પતંગીયું ઊડી જશે !
શબ્દ-સ્વરાંકનઃ શ્યામલ-સૌમિલ મુનશી સ્વરઃ ચિ. અમી (આલ્બમઃ મેઘધનુષ) ક્લિક કરો અને સાંભળોઃ

પતંગીયાનું આટલું સુંદર ગીત શ્યામલ-સૌમિલ મુનશી સિવાય કોણ આપી શકે? લાગે છે કે ગુજરાતી ગીત-સંગીતના ક્ષેત્રે અવિનાશ વ્યાસ પછી કોણ એ સવાલનો જવાબ હવે આપમેળે ઊભરી આવ્યો છે.

[પાછળ]     [ટોચ]