[પાછળ]
સરવૈયાની ઐસી તૈસી

સરવૈયાની ઐસી તૈસી, સરવાળાની ઐસી તૈસી,
જીવની સાથે જીવી લીધું ધબકારાની ઐસી તૈસી.

જીવનના અંતે ઈશ્વર કે જન્નત જેવું  હો કે ના હો,
બસ સ્વયંવર જીતી લીધો, વરમાળાની ઐસી તૈસી.

શ્વાસોથી ભીંજાઈ ચાલો  ડૂબીએ ભીના સપનામાં,
હોડી લઈને ભવસાગરમાં તરનારાની ઐસી તૈસી.

ઊંડે મનમાં ઉતરી તારું રૂપ નિરખશું બંધ આંખોથી,
પગદંડીઓ,  રસ્તાઓ ને અજવાળાની ઐસી તૈસી.

રચનાઃ ડૉ. અશરફ ડબ્બાવાલા
સ્વર: ડૉ પાર્થ ઓઝા

ક્લીક કરો અને સાંભળોઃ

[પાછળ]     [ટોચ]