[પાછળ]
દશાના રંગ
(રાગઃ માલકૌંસ)

દશાના રંગ બહુ બદલાય
પલ પલમાં પલટાય
દશાના રંગ બહુ બદલાય

પલમાં રાજાને રંક બનાવે
રંક તણો વળી રાય
પણ હાય વિધિએ લેખ લખ્યાં છે
હાય વિધિએ લેખ લખ્યાં છે
મીઠાશથી જે નવ જાય

દશાના રંગ બહુ બદલાય
પલ પલમાં પલટાય
દશાના રંગ બહુ બદલાય

સ્વરઃ  હેમુ ગઢવી
ક્લીક કરો અને સાંભળોઃ
   

(ખૂબ જ લોકચાહના પામેલા લોકગાયક હેમુ ગઢવીએ લોકગીતો ઉપરાંત શાસ્ત્રીય ગાન પર પણ પોતાનો કંઠ સફળતાપૂર્વક અજમાવ્યો હતો પરંતુ તેના કોઈ રેકોર્ડિંગ હવે ભાગ્યેજ ઉપલબ્ધ રહી શક્યા છે. એક આવું દુર્લભ રેકોર્ડિંગ અત્રે અપાયું છે જે આકાશવાણી, રાજકોટની કોઈ રેડિયો નાટિકાનું હોય તે શક્ય છે.)

[પાછળ]     [ટોચ]