[પાછળ]

[ચારણી સાહિત્ય અને સંગીતના નાચતા મોર પર કલગીની જેમ શોભી રહેલા છંદ રેણકીને હેમુ ગઢવી સહિત આપણા અનેક લોકગાયકોએ લાડ લડાવી, બહેલાવીને એવો તો ગાયો છે કે હવે કોઈ પણ લોકડાયરો છંદ રેણકી વિના અધૂરો ગણાય છે. આ છંદ છે જ એવો કે સાંભળીને ડોલી જવાય. કરો ખાત્રી અને સાંભળો આ છંદના અનોખા નમૂનાઓઃ]

છંદ રેણકીની કમાલ ધમાલ-૧
(૧) તહુ દમક દમક

તહુ દમક દમક દાદુર ડણ ડમકત
ગહકત મોર મલ્હાર ઘીરા
તહુ પીયુ પીયુ શબદ પુકારત ચાતક
પીયુ પીયુ કોકિલ કંઠ ઘીરા

તહુ ગડડ ગડડ નભ હોત ગડાકા
ને ઘણણણ ણણણ ગિરિવર શિખર દડે
તહુ રૂમઝૂમ રૂમઝૂમ બરસત બરખા
ગડડ ગડડ ઘન ઘોર ગરજે રે ભાઈ
ગડડ ગડડ ઘન ઘોર ગરજે રે ભાઈ
ગડડ ગડડ ઘન ઘોર ગરજે

(૨) શ્રાવણ જલ બરસેં સુંદર સરસે

શ્રાવણ જલ બરસે, સુંદર સરસે
બાદલ ભરસે, અંબર સે
તરુવર વિરિવરસે, લતા લહરસે
નદિયાં બરસે, સાગર સે

દંપતી દુઃખ હરસે, સેજ સમરસે
લગત જ હરસેં, દુખકારી
કહે રાધે પ્યારી મેં બલિહારી,
ગોકુળ આવો ગિરધારી
રે ભાઈ ગોકુળ આવો ગિરધારી
રે ભાઈ ગોકુળ આવો ગિરધારી

(૩) મોર પીછાળા શ્યામ છોગાળા

મોર પીછાળા શ્યામ છોગાળા
ગોપ ગોપાળા નંદ લાલા
દીન દયાળા કૃષ્ણ કૃપાલા
રૂપ રસાલા મતવાલા

ચિતડું ચોરી મટકી ફોડી
ક્યાં ક્યાં દોડી મોરારી
મુરલી વગાડી સહુને જગાડી
માયા લગાડી મોરારી
રે ભાઈ માયા લગાડી મોરારી
રે ભાઈ માયા લગાડી મોરારી

ક્લીક કરો અને સાંભળો હેમુ ગઢવીનેઃ
[પાછળ]     [ટોચ]