[ચારણી સાહિત્ય અને સંગીતના નાચતા મોર પર કલગીની જેમ શોભી રહેલા છંદ રેણકીને હેમુ ગઢવી સહિત આપણા અનેક લોકગાયકોએ લાડ લડાવી, બહેલાવીને એવો તો ગાયો છે કે હવે કોઈ પણ લોકડાયરો છંદ રેણકી વિના અધૂરો ગણાય છે. આ છંદ છે જ એવો કે સાંભળીને ડોલી જવાય. રો ખાત્રી અને સાંભળો આ છંદના અનોખા નમૂનાઓઃ]
છંદ રેણકીની કમાલ ધમાલ-૨
(૪) તહુ ગડડ ગડડ રતનાકર
તહુ ગડડ ગડડ રતનાકર ગડ્કત
હડડ ઈ મોજા અડઅડ અડે
તહુ ગડડ ગડડ રતનાકર ગડ્કત
હડડ ઈ મોજા અડઅડ અડે
તહુ તણણણ રવ હોત કડાકા
ઘણણણ ગિરિવર શિખર ધડે
તહુ ધડક ધડક ઉર કોમલ ધડકત
ખડકત કામન કંપ ધ્રૂજે
તહુ રૂમઝૂમ રૂમઝૂમ બરસત બરખા
ગડડ ગડડ ઘન ઘોર ગરજે
(૫) પીએ અધરુરમ ભાન ઘઘુરમ
પીએ અધરુરમ ભાન ઘઘુરમ
નિરમલ નીરમ તેનુરમ
પ્રે નિરધન તુરમ નીપટ નૂપુરમ
વાત મધુરમ ભરપુરમ
મોહન દુ:ખ દૂરમ હરિ હજૂરમ
તેં ગઈ પૂરમ બલિહારી
કામણ સુખકારી મીઠી મુરારી
ગયે બિસારી ગિરધારી
રે ભાઈ ગયે બિસારી ગિરધારી
રે ભાઈ ગયે બિસારી ગિરધારી
(૬) નવરાત નવેલી બની અલબેલી
નવરાત નવેલી બની અલબેલી
ભાવ ભરેલી ભભકેલી
સરહદ પર ખેલી કમર કસેલી
સંગ સહેલી સાધેલી
બની ચંપક વેલી માણ્ય ભરેલી
સોળ સજેલી શણગારી
ચામુંડા ચંડી ધજા પ્રચંડી
અસુર વિખંડી અવતારી
રે…માડી અસુર વિખંડી અવતારી
રે…માડી અસુર વિખંડી અવતારી
ક્લીક કરો અને સાંભળો હેમુ ગઢવીનેઃ
|