[ચારણી સાહિત્ય અને સંગીતના નાચતા મોર પર કલગીની જેમ શોભી રહેલા છંદ રેણકીને હેમુ ગઢવી સહિત આપણા અનેક લોકગાયકોએ લાડ લડાવી, બહેલાવીને એવો તો ગાયો છે કે હવે કોઈ પણ લોકડાયરો છંદ રેણકી વિના અધૂરો ગણાય છે. આ છંદ છે જ એવો કે સાંભળીને ડોલી જવાય. કરો ખાત્રી અને સાંભળો આ છંદના અનોખા નમૂનાઓઃ]
છંદ રેણકીની કમાલ ધમાલ-૩
(૭) બ્રિજકી સબ બાલા રૂપ રસાલા
બ્રિજકી સબ બાલા રૂપ રસાલા
કરી બેહાલા બનવાલા
જાકી તન જ્વાલા વિપદ વિશાલા
દીનદયાલા નંદલાલા
આયે નહીં આલા, કૃષ્ણ કૃપાલા
બંસીવાલા બનવારી
હે કમળ સુખકારી મીઠી મુરારી
ગયે બિસારી ગિરધારી
રે ભાઈ ગયે બિસારી ગિરધારી
રે ભાઈ ગયે બિસારી ગિરધારી
(૮) ધૈ ધૈ ધૈ બજત ઢોલ
ધૈ ધૈ ધૈ બજત ઢોલ તૈં તૈં શરણાઈ શોર
ધૈ ધૈ ધૈ …………બજત ઢોલ
તૈં તૈં ……………શરણાઈ શોર
ધૈ ધૈ ધૈ………….. બજત ઢોલ
તૈ તૈ……………. શરણાઈ શોર
તિકડધા તિકડધા પખવાજ ત્રેં ત્રેં બોલે
હે... હરિ હરિ હરિ, હરિ હરિ
દિગ દિગ સુર બેર બેર
પરગટ ગત પર પેર પેર નટવર નાચે
હો જી રે પરગટ ગત પર પેર પેર નટવર નાચે
હો જી રે પરગટ ગત પર પેર પેર નટવર નાચે
(૯) દુનિયા ફાની
આ દુનિયા ફાની આની જાની
જોર જવાની તારી જાવાની
ના કર નાદાની પ્રીત પીછાની
કર પહેચાની માવાની
તારા મનની માની નથી થાવાની
અક્કલ વિનાના નર અભેમાની
હસીં ના ઓ નાદાની ના કર ગુમાની
કહી ગયા જ્ઞાની સંત જ્ઞાની
રે ભાઈ કહી ગયા જ્ઞાની સંત જ્ઞાની
રે ભાઈ કહી ગયા જ્ઞાની સંત જ્ઞાની
ક્લીક કરો અને સાંભળો હેમુ ગઢવીનેઃ
|