ઝૂલણ મોરલી વાગી રે ઝૂલણ મોરલી વાગી રે રાજાના કુંવર હાલોને જોવા જાઈએ રે રાજાના કુવર ઝૂલણ મોરલી વાગી રે રાજાના કુંવર માથે મેવાડી મોડીયા રાજાના કુંવર ખંભે ગેંડા કેરી ઢાલ રે મોરલી વાગી રે રાજાના કુંવર ઝૂલણ મોરલી વાગી રે રાજાના કુંવર બાંએ બાજુબંધ બેરખા રાજાના કુંવર દશે આંગળીએ વેઢ રે રાજાના કુંવર ઝૂલણ મોરલી વાગી રે રાજાના કુંવર કાને બે કુંડળ શોભતા રાજાના કુંવર કંઠે એકાવળ હાર રે રાજાના કુંવર ઝૂલણ મોરલી વાગી રે રાજાના કુંવર પગે રાઠોડી મોજડી રાજાના કુંવર હાલે ચટકતી ચાલ રે રાજાના કુંવર ઝૂલણ મોરલી વાગી રે રાજાના કુંવર સ્વરઃ હેમુ ગઢવી અને સાથીદારો ક્લીક કરો અને સાંભળોઃ |