[પાછળ]
મારી ગાગરડીની કોર

મારી ગાગરડીની કોર, જોને આવી બેઠો મોર!
કેટલીયે   વાર  કહ્યું   ઊડી  ઊડી  જા,  વેરી
ઊડે નહિ,  ચિત્તડાનો ચોર,  ચિત્તડાનો ચોર!
મારી ગાગરડીની કોર, જોને આવી બેઠો મોર!

રીમ  ઝીમ    રીમ  ઝીમ    શ્રાવણ    વરસે
ભરી  રે  ગાગર  તોયે   મરું   હું  તો  તરસે
ભીની  ભીની  ચૂંદડીમાં  ભીનું   રે  જોબનિયું
ટીકી ટીકી  જૂએ મસ્તીખોર, ચિત્તડાનો ચોર!
મારી ગાગરડીની કોર, જોને આવી બેઠો મોર!

કોઈ  મોરલાને  વારો,  મને  આવીને  ઊગારો
ના  છોડે  કેડો  મારો,   એને  લાગે  ના ડારો
માને નહિ એવો  એનો તોર,  ચિત્તડાનો ચોર!
મારી ગાગરડીની કોર, જોને આવી બેઠો મોર!

હું  એકલી,  મોર એકલો, એકલ જળની ધાર
જંપવા દે મોર મને, જાવા દે મોર મને        
                             એકલ મારી જાત
એકલી હું ને એકલો એ                      
                     નજરો ગૂંથુ છૂટી જશે ને
રમતા રમતા તૂટી જશે                       
                        ચૂડી મારી નવી નકોર
                               ચિત્તડાનો ચોર!
મારી ગાગરડીની કોર, જોને આવી બેઠો મોર!

કેટલીયે   વાર  કહ્યું   ઊડી  ઊડી  જા,  વેરી
ઊડે નહિ,  ચિત્તડાનો ચોર,  ચિત્તડાનો ચોર!
મારી ગાગરડીની કોર, જોને આવી બેઠો મોર!

સ્વરઃ આશા ભોસલે
ગીત-સંગીતઃ અવિનાશ વ્યાસ
ચિત્રપટઃ આશાપૂરા માતની ચૂંદડી (૧૯૭૮)

ક્લીક કરો અને સાંભળોઃ

[પાછળ]     [ટોચ]