ગોરી તમે હળવે હળવે ગોરી તમે હળવે હળવે હાલો કે રૂપ વેરાઈ જશે કે રૂપ વેરાઈ જશે! ગોરા તમે નયનો નીચા ઢાળો કે મન વિંધાઈ જશે કે મન વિંધાઈ જશે! લોચનને લોચન મળતાં કાં મન ભોળું ભરમાઈ જશે હળવે હળવે હાલો કે રૂપ વેરાઈ જશે! ગોરા તમે નયનો નીચા ઢાળો કે મન વિંધાઈ જશે કે મન વિંધાઈ જશે! હું તો લજામણી વેલ જરી છેટા રહેજો છેલ રૂપ રિસાઈ જશે નયનો નીચા ઢાળો કે મન વિંધાઈ જશે કે મન વિંધાઈ જશે! ફૂલ વેણીનું કંકુ કાજળ લહેરાતું ઘૂંઘટનું વાદળ સપનામાં સચવાઈ જશે હળવે હળવે હાલો કે રૂપ વેરાઈ જશે! ગોરા તમે નયનો નીચા ઢાળો કે મન વિંધાઈ જશે કે મન વિંધાઈ જશે! હું તો કમળની જેમ જ્યાં ભમરો હોય ત્યાં ફૂલ પાંખ બિડાઈ જશે નયનો નીચા ઢાળો કે મન વિંધાઈ જશે કે મન વિંધાઈ જશે! હળવે હળવે હાલો કે રૂપ વેરાઈ જશે! સ્વરઃ મહેન્દ્ર કપૂર, આશા ભોસલે અને સાથીઓ ગીત-સંગીતઃ અવિનાશ વ્યાસ ચિત્રપટઃ નંદનવન (૧૯૬૧) ક્લીક કરો અને સાંભળોઃ |