ભલેને મૌન હો... ભલેને મૌન હો પણ હોઠ જો મલકાઈ જાયે છે તો સમજાવ્યા વિના અમને બધું સમજાઈ જાયે છે ભલેને મૌન હો... પ્રણયનો પંથ વર્ષો બાદ આ સમજાઈ જાયે છે રહે છે સ્થિર ચરણ ને આંખ હરખાઈ જાયે છે ભલેને મૌન હો... મુસિબતમાં મુકદરની મદદ મળતી નથી અહીંયા ઘટા ઘેરાય છે તો તારલા સંતાઈ જાયે છે ભલેને મૌન હો... હશે આથી વધારે શી બૂરી હાલત મહોબતમાં મરણ મળતું નથી ને જિંદગી બદલાઈ જાયે છે ભલેને મૌન હો... હવે તો મુખ ઉપરથી આપ આ પરદો કરો આઘો કફનમાં માંહે અમારું મુખ હવે ઢંકાઈ જાયે છે ભલેને મૌન હો... ભલેને મૌન હો પણ હોઠ જો મલકાઈ જાયે છે તો સમજાવ્યા વિના અમને બધું સમજાઈ જાયે છે ભલેને મૌન હો... સ્વરઃ મનહર ઉધાસ ગીતઃ જયંત શેઠ (આલ્બમઃ અક્ષર) ક્લીક કરો અને સાંભળોઃ
|