[પાછળ]
બિન બોલે હરદમ તનન્ તોમ્

બિન બોલે હરદમ તનન્ તોમ્
બિન બોલે હરદમ તનન્ તોમ્
હરિ ઓમ્! હરિ ઓમ્! 
હરિ ઓમ્! હરિ ઓમ્! હરિ ઓમ્!
સૂર એહ સનાતન વ્યોમ ભોમ
બિન બોલે હરદમ તનન્ તોમ્
બિન બોલે હરદમ તનન્ તોમ્

શાન્ત તેજમય સભર ભર્યો તું!
આનંદિત અખંડ નર્યો તું!
શાન્ત તેજમય સભર ભર્યો તું!
આનંદિત અખંડ નર્યો તું!
જડમાં ચેતનવંત ઝરો તું!
જડમાં ચેતનવંત ઝરો તું!
રમી રહ્યો અમ રોમ રોમ
બિન બોલે હરદમ તનન્ તોમ્
બિન બોલે હરદમ તનન્ તોમ્

તારી ફૂંકે જીવન જીવે!
આંખ નિહાળે તારે દીવે!
તારી ફૂંકે જીવન જીવે!
આંખ નિહાળે તારે દીવે!
તારી જ્યોત તણે તણખે એ
તારી જ્યોત તણે તણખે એ
ઝગમગ ઝગતા સૂર્ય સોમ
બિન બોલે હરદમ તનન્ તોમ્ 
બિન બોલે હરદમ તનન્ તોમ્

હરિ ઓમ્! હરિ ઓમ્!
હરિ ઓમ્! હરિ ઓમ્! હરિ ઓમ્!
સૂર એહ સનાતન વ્યોમ ભોમ
બિન બોલે હરદમ તનન્ તોમ્
બિન બોલે હરદમ તનન્ તોમ્
બિન બોલે હરદમ તનન્ તોમ્
 
પ્રાર્થનાઃ રમણલાલ વસંતલાલ દેસાઈ
સ્વર: ગૌરવ ધ્રુ અને સોલી કાપડીયા
સંગીત: આશિત દેસાઈ

ક્લીક કરો અને સાંભળોઃ

[પાછળ]     [ટોચ]