હું વરસું છું, તું વરસે છે હું વરસું છું, તું વરસે છે વચમાં નભ આખું વરસે છે એક ઘડી ઓરું વરસે છે એક ઘડી આઘું વરસે છે સાથે સાથે ને સંગાથે કેવું સહિયારું વરસે છે અમથું અમથું પૂર ન આવે નક્કી કોક છાનું વરસે છે વરસે મોતી માંડ પરોવું સૂત્ર, સોઈ, નાકું વરસે છે વરસી વરસી વહી જતું જે તે જ ફરી પાછું વરસે છે નખશીખ સહુ તરબોળ ભીંજાયા શબ્દો ક્યા પાંખું વરસે છે? ગીતઃ રાજેન્દ્ર શુક્લ સ્વર : રેખા ત્રિવેદી અને સુરેશ જોશી સ્વરાંકનઃ સુરેશ જોશી ક્લીક કરો અને સાંભળોઃ
|