[પાછળ]
પહેલા પ્રેમની પહેલી નજર

પહેલા પ્રેમની પહેલી એ નજર          
              કોઈ કેમ ભૂલે જિંદગીભર
મીઠા દર્દની મીઠી એ અસર            
              કોઈ કેમ ભૂલે જિંદગીભર

ભીની રેત પર સપનાઓના ઘર          
              કોઈ કેમ ભૂલે જિંદગીભર
ભૂલે  ના  કદી  કોરા  દિવસો           
               અને ભીંજાયેલી એ રાતો

પહેલા પ્રેમની પહેલી એ નજર         
              કોઈ કેમ ભૂલે જિંદગીભર

પહેલાં   વરસાદમાં  ફરવું   છત્રી  વગર
કદી ચાંદની રાતમાં મળવું અગાસી ઉપર

પહેલાં   વરસાદમાં  ફરવું   છત્રી  વગર
કદી ચાંદની રાતમાં મળવું અગાસી ઉપર

બાંધે  શ્ર્વાસોની સાંકળ                   
         ઊમટે સ્પર્શોના વાદળ         
                  તન મનને ઓગાળી દે

પહેલા સાથની પહેલી સાંજને             
              કોઈ કેમ ભૂલે જિંદગીભર
ભૂલે ના કદી કોરા દિવસો               
                અને ભીંજાયેલી એ રાતો

પહેલા પ્રેમની પહેલી એ નજર          
              કોઈ કેમ ભૂલે જિંદગીભર

એક ક્ષણમાં દુનિયા મળે  એ પણ દુનિયાથી પર
એક પળમાં પામી બધું એક પળમાં ખોવાનો ડર

એક ક્ષણમાં દુનિયા મળે  એ પણ દુનિયાથી પર
એક પળમાં પામી બધું એક પળમાં ખોવાનો ડર

છૂટે  ના   હાથ  ક્યારે                     
         તૂટે  ના   સાથ   ક્યારે         
                 બંધન હો જન્મો જનમ

પહેલી પ્રીતના પહેલા વાયદા             
              કોઈ કેમ ભૂલે જિંદગીભર
ભૂલે ના કદી કોરા દિવસો               
                અને ભીંજાયેલી એ રાતો

પહેલા પ્રેમની પહેલી એ નજર         
              કોઈ કેમ ભૂલે જિંદગીભર
મીઠા દર્દની મીઠી એ અસર            
              કોઈ કેમ ભૂલે જિંદગીભર

સ્વરઃ પ્રાચી શાહ અને ધ્વનિત ઠાકર
ગીતઃ ચિરાગ ત્રિપાઠી
સંગીતઃ પાર્થ બી. ઠક્કર
આલ્બમઃ મજ્જાની લાઈફ (૨૦૧૨)

ક્લીક કરો અને સાંભળોઃ

[પાછળ]     [ટોચ]