હે તું છેટો રહેજે છેલ! એ કાનજી કાળા તું તારી મુરલી ના છેડ કે મારું મનડું ન રહેતું મારા હાથમાં ઓ છેલ છોગાળા, તું ના કર ચાળા કે મારું મનડું ન રહેતું મારા હાથમાં કે મારું દલડું ન રહેતું મારા હાથમાં હો મારું દલડું ન રહેતું મારા હાથમાં હે તું છેટો રહેજે છેલ! તારી મુરલી આઘી મેલ! હે તું છેટો રહેજે છેલ! તારી મુરલી આઘી મેલ! મને જાવા દે ગોકુળ ગામમાં કે મને જાવા દે ગોકુળ ગામમાં હો મને જાવા દે ગોકુળ ગામમાં હે તું છેટો રહેજે છેલ! તારી મુરલી આઘી મેલ! મને જાવા દે ગોકુળ ગામમાં કે મને જાવા દે ગોકુળ ગામમાં હો મને જાવા દે ગોકુળ ગામમાં મુરલી વગાડે એવી, ભૂલાવે ભાન તું થઈ જાઉં ઘેલી ઘેલી, નંદજીના લાલ હું મુરલી વગાડે એવી, ભૂલાવે ભાન તું થઈ જાઉં ઘેલી ઘેલી, નંદજીના લાલ હું તું કેડો મારો મેલ, તું તો દેવની દીધેલ તું કેડો મારો મેલ, તું તો દેવની દીધેલ મને જાવા દે ગોકુળ ગામમાં કે મને જાવા દે ગોકુળ ગામમાં હો મને જાવા દે ગોકુળ ગામમાં હે તું છેટો રહેજે, છેટો રહેજે, છેટો રહેજે શાને સતાવે મુને, છોડી દો શ્યામજી બહુ બહુ રાસ રમ્યા, જાવા દ્યો કાનજી શાને સતાવે મુને, છોડી દો શ્યામજી બહુ બહુ રાસ રમ્યા, જાવા દ્યો કાનજી આજ પૂમનની રાત, થઈ જાશે પ્રભાત આજ પૂમનની રાત, થઈ જાશે પ્રભાત મને જાવા દે ગોકુળ ગામમાં કે મને જાવા દે ગોકુળ ગામમાં હો મને જાવા દે ગોકુળ ગામમાં હે તું છેટો રહેજે, છેટો રહેજે, છેટો રહેજે એવી રે વગાડી, મને સૂતી રે જગાડી મને માયા રે લગાડી ઓલા નંદજીના લાલે મને માયા રે લગાડી ઓલા નંદજીના લાલે મને માયા રે લગાડી ઓલા નંદજીના લાલે સ્વરઃ ઉષા રેગે ગીત-સંગીતઃ સૂર્યકાંત પંચોલી ક્લીક કરો અને સાંભળોઃ
|