[પાછળ]
મીઠા મીઠા નાદ વેણુના
 
મીઠા મીઠા નાદ વેણુના દૂરથી                    
               આવી આવીને મારે કાને અથડાય

નંદનો કિશોર પેલો માખણ ચોર ઘેલો           
                      ગાયોને ચારવા વનમાં જાય
માથે મુગુટ એને મોરર્પીછ શોભતું               
                    ફૂલોના જુમખા કાને લહેરાય

મૂકી મૂકી ઘરકામ  સહુ ગોપીઓ              
                  વૃંદા તે વનમાં દોડી દોડી જાય
કામકાજમાં તેનું ચિત્તડું ના ચોટતું              
                    વેણુના નાદમાં મનડું મોહાય

છમ છમા છમ ઘૂઘરીઓ વાગતી                
              ઢોલકને ઝાંજ સંગ વાગે પખવાજ
એક તાળી એક તાળી દઈને સહુ નાચતા       
            ગોપી ને ગોપ આજ ભૂલ્યા છે ભાન

પૂનમનો ચાંદલીયો શોભે આકાશમાં           
                  જોઈ જોઈને કાન કેવા હરખાય
આસપાસ નાચતી ઘેલી થઈ ગોપીઓ         
                વચમાં રાધા ને કાન કેવા સોહાય

દાસ દયાના સ્વામી શામળિયા                 
                      ગાયોને ચરવા વનમાં જાય
મીઠા મીઠા નાદ વેણુના દૂરથી                
               આવી આવીને મારે કાને અથડાય

પદઃ દયારામ
સ્વરઃ કૌમુદી મુનશી
સંગીતઃ નિનુ મઝુમદાર

ક્લીક કરો અને સાંભળોઃ

[પાછળ]     [ટોચ]