આવે છે હવા... આવે છે હવા... મુક્ત હવા, મસ્ત હવા મનને મારા ક્યાં રે લઈ જવા? આવે છે હવા... દે છે દિલને હલાવી, મધુરી કૈં વાત કહી પૂછી મનને મનાવી, છાની જે વાત રહી સૂર બજાવી, વનવન કૈં દિલને નાચવા મુક્ત હવા, મસ્ત હવા આવે છે હવા... મનને મારા ક્યાં રે લઈ જવા? હૈયાને હાથ કરી સાથે એ લઈ ગઈ જોબન ભરીને એમાં પાછું એ દઈ ગઈ બોલતી ધીરે, સાગર તીરે આવને ઘૂમવા મુક્ત હવા, મસ્ત હવા આવે છે હવા... મનને મારા ક્યાં રે લઈ જવા? એકલ તું એકલ તું એમ મને કહી ગઈ કોણ સંગાથી એવું પૂછી રહી સાદ કરે છે મનડું મારું કોઈને આવવા મુક્ત હવા, મસ્ત હવા આવે છે હવા... મનને મારા ક્યાં રે લઈ જવા? સ્વરઃ દિલીપ ધોળકીયા ગીતઃ પ્રહ્લાદ પારેખ સંગીતઃ અજિત મરચંટ ચિત્રપટઃ લગ્નમંડપ (૧૯૫૦) ક્લીક કરો અને સાંભળોઃ આ વેબપૃષ્ઠની પશ્ચાદભૂમાં સંગીત નિર્દેશક અજિત મરચંટ નજરે પડે છે. આ સુંદર ને દુર્લભ ગ્રામોફોન રેકોર્ડની ક્લીપ અને તેના શબ્દો ઉપલબ્ધ કરાવવા બદલ જાણીતા ફિલ્મ સંશોધક શ્રી હરીશ રઘુવંશીનો ઘણો ઘણો આભાર.
|