ઓ ગુર્જરીના સંતાનો! ઓ ગુર્જરીના સંતાનો! તાતી તલવારો તાણો! વાદળના ઢગલા વચ્ચે કદી સૂર્ય નથી છૂપવાનો ભાલાની શૈયા પર કાયા ઓશિકે તલવાર હોળી કે દિવાળી તારે યુદ્ધ એ જ તહેવાર જીવનમાં અવસર આવે છે એક વાર મરવાનો ઓ ગુર્જરીના સંતાનો! તાતી તલવારો તાણો! વાદળના ઢગલા વચ્ચે કદી સૂર્ય નથી છૂપવાનો સીંધુડો ફુંકાયો રણમાં ગાજે નિશાન ડંકા ફરસી તીર બરછી લઈ ભાલા યુદ્ધ ચડ્યા છે બંકા તાત ભ્રાત કોઈ વૃદ્ધ માતનો છેલછબીલો નાનો ઓ ગુર્જરીના સંતાનો! તાતી તલવારો તાણો! વાદળના ઢગલા વચ્ચે કદી સૂર્ય નથી છૂપવાનો ઊંચી હવેલી હાથી ઘોડા એશ હીંડોળા ખાટ સોનું રૂપું માણેક મોતી માગે તારી માત સરહદ પર શત્રુ આવ્યો કરી દે ખેરાત ખજાનો ઓ ગુર્જરીના સંતાનો! તાતી તલવારો તાણો! વાદળના ઢગલા વચ્ચે કદી સૂર્ય નથી છૂપવાનો સ્વરઃ બદરી પવાર અને સાથીદારો ગીત-સંગીતઃ અવિનાશ વ્યાસ ચિત્રપટઃ વનરાજ ચાવડો (૧૯૬૩) ક્લીક કરો અને સાંભળોઃ જાણીતા ફિલ્મ સંશોધક શ્રી હરીશ રઘુવંશીનો આ સુંદર ને દુર્લભ ગ્રામોફોન રેકોર્ડની ક્લીપ અને તેના શબ્દો ઉપલબ્ધ કરાવવા બદલ ઘણો ઘણો આભાર.
|