[પાછળ]
તારે રે દરબાર
તારે રે દરબાર મેઘારાણા તારે રે દરબાર કોણ રે છેડે ઓલ્યા ગેબી વીણાના તાર તારે રે દરબાર મેઘારાણા તારે રે દરબાર વીજ નાચે એનું નવલું રે નર્તન રૂપ રૂપનો અંબાર વાદળીઓના રમ્ય તારે ઝાંઝરનો ઝણકાર તારે રે દરબાર મેઘારાણા તારે રે દરબાર સાગર સીમાડે કોઈ ગાતું રાગ મેઘમલ્હાર પૂછે પ્રકૃતિ કઈ દિશામાં સંતાડ્યા શૃંગાર શ્રાવણના શૃંગાર- તારે રે દરબાર મેઘારાણા તારે રે દરબાર
સ્વરઃ હંસા દવે ગીતઃ ભાસ્કર વોરા સંગીતઃ પુરુષોત્તમ ઉપાધ્યાય ક્લીક કરો અને સાંભળો ૧૯૬૯ના વર્ષની ગ્રામોફોન રેકોર્ડઃ
[પાછળ]     [ટોચ]