કેસરિયાળી આંગળી ને કેસરિયાળી આંગળી ને આંગળિયુંમાં મોર રે સાહ્યબો મારો ચોર કે સાહ્યબો મારો ચોર મેશમાં આંજેલી આંખ ને મેશમાં ઘૂંટી રાત કે સાહ્યબો મારો ચોર કે સાહ્યબો મારો ચોર મેંદી મૂકી તાળવે ને પગમાં સૂરજ લાલ પણ સાહ્યબાનું બહુ વ્હાલ ભર્યું ભર્યું છે આંગણું ને આંગણે મૂકી ખાટ કે સાહ્યબો પારિજાત કેસરિયાળી આંગળી ને આંગળિયુંમાં મોર રે સાહ્યબો મારો ચોર મેશમાં આંજેલી આંખ ને મેશમાં ઘૂંટી રાત કે સાહ્યબો મારો ચોર કેસરિયાળી આંગળી ને આંગળિયુંમાં મોર રે સાહ્યબો મારો ચોર કમખે ટાંક્યા આભલાં ને આભલે ઊગ્યું ફૂલ પણ સાહેબા એના મૂલ મોતી ટાંક્યા નેણલે ને મોતી તૂટતાં કાચ પણ સાહ્યબાનું હતું વ્હાલ કેસરિયાળી આંગળી ને આંગળિયુંમાં મોર રે સાહ્યબો મારો ચોર સ્વરઃ સરોજ ગુંદાણી ગીતઃ સુધીર દેસાઈ (આલ્બમઃ નવરંગ) ક્લીક કરો અને સાંભળોઃ
|