[પાછળ]
જાઓ જ્યાં રાત ગુજારી

જાઓ, જાઓ, જ્યાં રાત ગુજારી;    
     ભૂલી પડી તમ મદભર નૈનાં!
ચરણ ચલિત, તંબોલ અધર પર,    
     લાલ છૂપે નહીં છલબલ ચૈનાં!

હાર ચુમ્બિત હૈયું કેમ ઢાંકો?     
      કંકણવેલી ક્યાં ચિતરાવી?
જાઓ, જાઓ, જ્યાં રાત ગુજારી;    

અંજન ડાઘથી ઓપે કપોલ!       
   બધી રજની કેમ ત્યાં ન વિતાવી!
જાઓ, જાઓ, જ્યાં રાત ગુજારી;    

જાઓ, જાઓ, જ્યાં રાત ગુજારી;    
     ભૂલી પડી તમ મદભર નેણાં!
જાઓ, જાઓ, જ્યાં રાત ગુજારી;    

ગીતઃ રમણલાલ વસંતલાલ દેસાઈ
સ્વર અને સ્વરાંકનઃ કૌમુદી મુનશી

ક્લીક કરો અને સાંભળોઃ

[પાછળ]     [ટોચ]