હજુ રસભર રાત તો હજુ રસભર રાત તો બાકી રહી ગઈ ના જા, ના જા, સાજના હજુ ચંદ્ર નથી બુઝાઈ ગયો છે તારાઓની છાંય હજુ રજનીના શ્યામલ પગલાં થોડું દૂર રહ્યું છે પ્રભાત જરી જંપ્યુ ગગન વિરાટ ના જા, ના જા, સાજના હજુ ચંદનભીની કુંજન છે હજુ સૂર ગુંજે સૂનકાર હજુ ઢળ્યું નથી કંકુ સૂરજનું તિમિરને પગથાર હજુ ઝાંખી બળે દીપમાળ ના જા, ના જા, સાજના સ્વરઃ વિભા દેસાઈ અને હર્ષિદા રાવલ ગીત-સંગીતઃ અવિનાશ વ્યાસ ક્લીક કરો અને સાંભળોઃ
|