એક ખારવણનું વિરહગીત આવ્યાં આવ્યાં કાંઈ વિલાયતુંના વા’ણ જો પણ નો આવ્યાં નાહોલિયા તારા નાવડાં ઊંચે ઊડે કૂવાના જેમ થંભ જો એવાં રે ફફડે રે મારાં કાળજાં ચૂંદડી ને નાળિયેર, ખારેક ને સિંદૂર જો આ પૂનમે રે ચડાવશું, દરિયા દેવને કંથડો મારો જાણે કોડીલો કા’ન જો રાધા રે જૂએ છે એની વાટડી રે આવ્યાં આવ્યાં કાંઈ વિલાયતુંના વા’ણ જો પણ નો આવ્યાં નાહોલિયા તારા નાવડાં સ્વરઃ હંસા દવે સંગીતઃ પુરુષોત્તમ ઉપાધ્યાય ક્લીક કરો અને સાંભળો એક ભૂલાઈ ગયેલું વિરહગીતઃ
|