[પાછળ]
એ લીલી લેંબડી રે

લીલી  લેંબડી   રે  લીલો  નાગરવેલનો  છોડ
પરભુ પરોઢના રે મારે ઘેર નાવણ કરતા જાવ
નાવણ નહીં કરું રે  મારે ઘેર સીતા જૂએ વાટ
સીતા  એકલા  રે જૂએ  રામ લખમણની વાટ
લીલી  લેંબડી   રે  લીલો  નાગરવેલનો  છોડ

લીલી  લેંબડી   રે  લીલો  નાગરવેલનો  છોડ
પરભુ પરોઢના રે મારે ઘેર ભોજન કરતા જાવ
ભોજન નહીં કરું રે  મારે ઘેર સીતા જૂએ વાટ
સીતા  એકલા  રે જૂએ  રામ લખમણની વાટ
લીલી  લેંબડી   રે  લીલો  નાગરવેલનો  છોડ

લીલી  લેંબડી   રે  લીલો  નાગરવેલનો  છોડ
પરભુ પરોઢના રે મારે ઘેર પોઢણ કરતા જાવ
પોઢણ નહીં કરું રે  મારે ઘેર સીતા જૂએ વાટ
સીતા  એકલા  રે જૂએ  રામ લખમણની વાટ
લીલી  લેંબડી   રે  લીલો  નાગરવેલનો  છોડ

લીલી  લેંબડી   રે  લીલો  નાગરવેલનો  છોડ
પરભુ પરોઢના રે મારે ઘેર દાતણ કરતા જાવ
દાતણ નહીં કરું રે  મારે ઘેર સીતા જૂએ વાટ
સીતા  એકલા  રે જૂએ  રામ લખમણની વાટ
લીલી  લેંબડી   રે  લીલો  નાગરવેલનો  છોડ

ક્લીક કરો અને સાંભળો આ અસલી
કાઠિયાવાડી ટીટોડા રાસનું ગીતઃ

ગઈ સદીના પાંચાળ અને ભાલ પંથકના આ તળપદા ટીટોડા રાસના ગઢના કાંગરા હવે તો ખરી પડ્યા છે અને માત્ર તેનાં ખંડેરો જ બચ્યાં છે. આવા ખંડેર હાલતના શહેરી ટીટોડા રાસનો નમૂનો જોવો હોય તો આ ભાવનગરનો એક વિડિયો નિહાળોઃ

[પાછળ]     [ટોચ]