શબ્દ પેલે પારને તું જોઈ લે શબ્દ પેલે પારને તું જોઈ લે ને પરમના સારને તું જોઈ લે પર્ણ, ડાળી, ફૂલ, ફળ આકાર છે, વૃક્ષના આધારને તું જોઈ લે જે સ્વયં તો પર રહ્યો આ તંત્રથી તે તણા વિસ્તારને તું જોઈ લે સુક્ષ્મથી પણ સુક્ષ્મ ખૂદ તારા મહી પૂર્ણતાના દ્વારને તું જોઈ લે ભવ્યથી પણ ભવ્ય ને લયલીન છે, ઈશ્વરી દરબારને તું જોઈ લે ભીતરી મારગ વિના આરો નથી, ત્યાં જ મળશે દ્વાર; ને તું જોઈ લે છે નહિ પણ ફક્ત જે દેખાય છે, એ સકળ સંસારને તું જોઈ લે સ્વરઃ સાધના સરગમ ગઝલઃ સંધ્યા ભટ્ટ સંગીતઃ પરેશ નાયક (આલ્બમઃ શબ્દ પેલે પાર) ક્લીક કરો અને સાંભળોઃ
|