[પાછળ]
અહો! સુંદર શરદની રાત્રિ

અહો! સુંદર શરદની રાત્રિ, સુંદર શરદની રાત્રી
શ્યામ વસન શત દીપક અંકીત  સોહે સુકોમલ ધાત્રી

નહીં ટહુકાર છતાંય નિખિલ શું સભર ભર્યુ તવ ગાને
અચંલની લહેરી સહ રમતો સમીરણ સુરભીત કાળે

     હરખી હરખી રહી કશું મનોમન       
     ચંચલ  ધૃતિમય ચમકે લોચન      

અહો! સુંદર શરદની રાત્રિ, સુંદર શરદની રાત્રી
અહો! સુંદર શરદની રાત્રિ, સુંદર શરદની રાત્રી

અવગુંઠન થકી ઉદય પથે પલ પલ નિરખત હે રાત્રી
ક્ષિતિજ બની રહી રંગીન આવે કોણ અરુણરથ યાત્રી
અહો! સુંદર શરદની રાત્રિ, સુંદર શરદની રાત્રી

શ્યામ વસન શત દીપક અંકીત  સોહે સુકોમલ ધાત્રી
અહો! સુંદર શરદની રાત્રિ, સુંદર શરદની રાત્રી
અહો! સુંદર શરદની રાત્રિ, સુંદર શરદની રાત્રી
સ્વર : ભૂપિન્દર
ઉદ્ઘોષકઃ હરીશ ભિમાણી
ગીતઃ રાજેન્દ્ર શાહ  સંગીત : અજિત શેઠ
ક્લીક કરો અને સાંભળોઃ

ઈ.સ. ૧૯૮૩ની આ દુર્લભ ઓડિયો ક્લીપ કાવ્ય-પાઠ સાથે ઉપલબ્ધ બનાવવા માટે અમેરિકાના અટલાન્ટા નિવાસી સાહિત્યપ્રેમી શ્રી ધવલ શાહનો અને ‘લયસ્તરો.કોમ’નો ખૂબ ખૂબ આભાર.
[પાછળ]     [ટોચ]