[પાછળ]
  નહિ મેલું રે નંદજીના લાલ

નહિ મેલું રે નંદજીના લાલ છેડલો નહિ મેલું રે, નહિ મેલું રે નહિ મેલું રે નંદજીના લાલ છેડલો નહિ મેલું રે, નહિ મેલું રે કે મને વહાલી લાગે છે તારી ચાલ છેડલો નહિ મેલું રે, નહિ મેલું રે કે મને વહાલી લાગે છે તારી ચાલ છેડલો નહિ મેલું રે, નહિ મેલું રે નહિ મેલું રે નંદજીના લાલ છેડલો નહિ મેલું રે, નહિ મેલું રે એ તારી છોગાળી પાઘડીને છેડલે મારું મન મોહ્યું, એ મારું મન મોહ્યું! એ તારી છોગાળી પાઘડીને છેડલે મારું મન મોહ્યું, એ મારું મન મોહ્યું! એ તારા ગંગા-જમનાને બેડલે રે મેં તો ભાન ખોયું, મેં તો ભાન ખોયું! એ તારા ગંગા-જમનાને બેડલે રે મેં તો ભાન ખોયું, મેં તો ભાન ખોયું! કાન ઠર્યા પ્રાણ-આધાર રે છેડલો નહિ મેલું રે, નહિ મેલું રે નહિ મેલું રે નંદજીના લાલ છેડલો નહિ મેલું રે, નહિ મેલું રે નહિ મેલું રે નંદજીના લાલ છેડલો નહિ મેલું રે, નહિ મેલું રે મેલો મેલો રે છબીલી મારો છેડલો નહિ મેલું મને લાગ્યો તારો નેડલો મેલો મેલો રે છબીલી મારો છેડલો નહિ મેલું મને લાગ્યો તારો નેડલો મારે જાવું છે જમુનાને ઘાટ મારી લાડી જૂએ વાટ માથે થાવા આવી રાત મેલો છેડલો નહિ મેલું રે મને લાગ્યો તારો નેડલો મારે જાવું છે જમુનાને ઘાટ મારી લાડી જૂએ વાટ માથે થાવા આવી રાત મેલો છેડલો નહિ મેલું રે મને લાગ્યો તારો નેડલો મેલો મેલો રે છબીલી મારો છેડલો નહિ મેલું મને લાગ્યો તારો નેડલો મેલો મેલો રે છબીલી મારો છેડલો નહિ મેલું મને લાગ્યો તારો નેડલો

સ્વરઃ કૌમુદી મુનશી અને સાથીદારો ગીત-સંગીતઃ અવિનાશ વ્યાસ ચિત્રપટઃ મનુની માસી (૧૯૫૨) ક્લીક કરો અને સાંભળોઃ

[પાછળ]     [ટોચ]