નજરુંના કાંટાની ભૂલ નજરુંના કાંટાની ભૂલ મારા વાલમા! વીંધે હૈયું ને તોયે ફૂલ મારા વાલમા! નજરુંના કાંટાની ભૂલ મારા વાલમા! રાતનો અંધાર મને લાગે છે ઊજળો તારે તે સંગ ઉન્હે પ્હોરે જાણે પીપળો વેણુના વેણ મહીં ડૂલ મારા વાલમા! વીંધે હૈયું ને તોયે ફૂલ મારા વાલમા! નજરુંના કાંટાની ભૂલ મારા વાલમા! એકલીને આંહી બધું લાગે અળખામણું, તારે તે સંગ ભલા ટહુકે સોહામણું તું જે કહે તે કબૂલ મારા વાલમા! વીંધે હૈયું ને તોયે ફૂલ મારા વાલમા! નજરુંના કાંટાની ભૂલ મારા વાલમા! સ્વરઃ વિભા દેસાઈ ગીતઃ સુરેશ દલાલ સંગીતઃ ક્ષેમુ દિવેટીયા ક્લીક કરો અને સાંભળોઃ
|