[પાછળ]
વાંકાબોલી, આ તારી વરણાગી

વાંકાબોલી, આ તારી વરણાગી વાંસળી      
            લાગે છે એવી અળખામણી!

છાવરું છું એમ છતી થાય છે ઓ છેલ       
          મારા અંતરની છાનેરી લાગણી!
વાંકાબોલી, આ તારી વરણાગી વાંસળી      
            લાગે છે એવી અળખામણી!

સૂરની તે સુંવાળી કેડીએ વ્હાલમા,         
            મ્હાલવાની મોજ મને આવે,
ઘેરો ઘાલીને ઊભી લોકોની આંખ,        
             મને તાકી તાકીને અકળાવે

આઘુપાછું તે કાંઈ જોયા વિના           
         બધા આપે શી વાતની વધામણી?
વાંકાબોલી, આ તારી વરણાગી વાંસળી      
            લાગે છે એવી અળખામણી!

ગાયોની સાથ સદા હોયે ગોવાળીયો,        
              ને ફૂલડાંની સાથે સુગંધ
તારી તે સંગ હોય હૈયાવીંધ વાંસળી        
            ને વાસળીમાં વહેતો ઉમંગ

ગોપીની લાજ અને લોપે મરજાદ          
           કાળી ડંખે છે નીંદાની નાગણી 
વાંકાબોલી, આ તારી વરણાગી વાંસળી      
            લાગે છે એવી અળખામણી!
 
સ્વરઃ કૌમુદી મુનશી
ગીતઃ સુરેશ દલાલ
સંગીતઃ દિલીપ ધોળકીયા

ક્લીક કરો અને સાંભળોઃ

[પાછળ]     [ટોચ]