[પાછળ]
પિયુ કહો અંતર કેમ ઉદાસ?

પિયુ કહો અંતર કેમ ઉદાસ?    
     મનને ઓછું આવ્યું રાજ?

ઝરમર ઝરમર વરસે નેહા     
       ધરતીની પ્યાસ બુઝાવે
અંતરદર્દ ભર્યું શું વ્હાલમ      
          નેણે નીર બહાવે

મોર-પપીહા ટહુકે મીઠાં       
          ધરતી ઓઢે ચીર
નીર નદીના બંસી બાજે       
         હૈયું ના ડોલે લગીર
         હૈયું ના ડોલે લગીર

પિયુ કહો અંતર કેમ ઉદાસ?    
પિયુ કહો અંતર કેમ ઉદાસ?    

સ્વરઃ હંસા દવે
ગીતઃ પ્રેમશંકર ભટ્ટ
સંગીતઃ પુરુષોત્તમ ઉપાધ્યાય
(ગ્રામોફોન રેકોર્ડ - 7EPE-4109)

ક્લીક કરો અને સાંભળોઃ

[પાછળ]     [ટોચ]