[પાછળ]
ઘરમાં કાશી ને ઘરમાં મથુરા

અરે નૃત્ય કરે  નારાયણ  મળે નહિ.... ગીતો મધુરાં ગાવાંથી
હડીયું  કાઢે.... હાથમાં  ન આવે  જપ-તપ,  તીરથ કરવાથી
મનનો  મેલ કદી  નવ જાશે  ઓલી  નીર ગંગામાં  નાવાથી
અને મોહન વર મળશે નહિ કદીયે  અડસઠ તીરથ જાવાથી

ઘરમાં  કાશી  ને  ઘરમાં મથુરા,  ઘરમાં  ગોકુળિયું  ગામ રે
                                   મારે નથી જાવું તીરથધામ
માતા   પિતાના   ચરણોમાં    છે   અડસઠ   તીરથધામ રે
                                   મારે નથી જાવું તીરથધામ

નિત્ય   સવારે   પગે  લાગીને   પછી રે  કરવું  બીજું  કામ
પહેલાં માતા... પછી રે પિતા,  પછી  લેવું  પ્રભુ  કેરું નામ રે
                                   મારે નથી જાવું તીરથધામ

ભવસાગરમાં   ભટકો   નહિ   તમે,  સાચો    આતમરામ
માતપિતાનું જેણે મનડું દુભવ્યું તો તીરથ નહિ આવે કામ રે
                                   મારે નથી જાવું તીરથધામ

ભક્તિ  કરો  તો  પરભુ  મળે  છે,  દેવ-દેવી મળે છે તમામ
કહે ધરમસી ધ્યાન ધરો ઓલા માવતર નહિ મળે કોઈ ગામ
                                   મારે નથી જાવું તીરથધામ

સ્વર, શબ્દ અને સંગીતઃ
લોકગાયક ધરમશી રાજા

ક્લીક કરો અને સાંભળોઃ

[પાછળ]     [ટોચ]