તમે કરો તોફાન કાનજી તમે કરો તોફાન કાનજી, અમે કરીશું રાવ અમે તમારી યમુના ઉપર આભ ઊછળતી નાવ અમે થઈશું ઘેલાં, ઘેલાં, જરીક છેડો વેણું અમે તમારા બકુલ પરની ચંપકવરણી રેણું તમે કરો તોફાન કાનજી ઓ... અમે તમારી સૂર યમુનામાં દીધાં બોજ ઉતારી કદંબની છાયામાં તમને જોશું ધારી ધારી તમે કરો તોફાન કાનજી ઓ... અમે તમારો મોર-મુગટ ને અમે વાંસળી થઈએ તમે અમારા પ્રાણ, કશું પૂછો નહિ તો યે કહીએ તમે કરો તોફાન કાનજી ઓ... સ્વરઃ સુષ્મા શ્રેષ્ઠા ગીતઃ સુરેશ દલાલ સંગીતઃ પુરુષોત્તમ ઉપાધ્યાય ક્લીક કરો અને સાંભળોઃ
|