વરસો રે! વર્ષાની ધાર વરસો રે!
વરસો રે! વર્ષાની ધાર વરસો રે!
વર્ષાની ધાર વરસો રે! વર્ષાની ધાર!
કરો ના વાર! ગાઉં મલ્હાર!
કરો ના વાર! ગાઉં મલ્હાર!
વરસો રે! વર્ષાની ધાર વરસો રે!
લોકો કરતાં હાંસી, હે ઘટ ઘટના વાસી!
લોકો કરતાં હાંસી, હે ઘટ ઘટના વાસી!
વેરણ વિશ્વની વાટ મહીં
વેરણ વિશ્વની વાટ મહીં
તું મારો સાચો આધાર
વરસો રે! વર્ષાની ધાર વરસો રે!
વરસો રે! વર્ષાની ધાર વરસો રે!
ઉમડ ઘુમડ ઘન વરસો રિમઝીમ વાદળ ગરજો
ઉમડ ઘુમડ ઘન વરસો
ઉમડ ઘુમડ ઘન વરસો રિમઝીમ વાદળ ગરજો
ધીનક ધીનક ધીન મૃદંગ વાગે
ધીનક ધીનક ધીન મૃદંગ વાગે
આજની અગન આજ વાર રે!
વરસો રે! વર્ષાની ધાર વરસો રે!
વર્ષાની ધાર!
ઉમડ ઘુમડ ઘન વરસો રિમઝીમ વાદળ ગરજો
ધીનક ધીનક ધીન મૃદંગ વાગે
ધીનક ધીનક ધીન મૃદંગ વાગે
વરસો વરસો
વરસો વરસો વરસો
વરસો રે! વર્ષાની ધાર વરસો રે!
વર્ષાની ધાર વરસો રે! વરસો રે!
સ્વરઃ મન્ના ડે ગીત-સંગીતઃ અવિનાશ વ્યાસ
ચિત્રપટઃ કુંવરબાઈનું મામેરું (૧૯૭૪)
ક્લીક કરો અને સાંભળોઃ
આ સરસ ગીતનો પાઠ પૂરો પાડવા બદલ સુરતના જાણીતા ફિલ્મ સંશોધક શ્રી હરીશ રઘુવંશીનો ઘણો ઘણો આભાર.
|