[પાછળ]
તારી મહેરબાની નથી


તારી મહેરબાની નથી                        
નીચોવી  દિલ  દીધું  તોય   કદરદાની  નથી

અમારી  વેણીની  ઉપર રહ્યું  છે ફૂલડું મહેંકી
સુવાસ  એની  મીઠી  કોઈથી  અજાણી  નથી
 
તારી મહેરબાની નથી                        
નીચોવી  દિલ  દીધું  તોય   કદરદાની  નથી

કહે સંસારીઓ શાણા, પ્રેમીઓને આંખ નથી
ધરાઈ  જોઈ લઉં  આંખ જો  રહેવાની નથી

તારી મહેરબાની નથી                        
નીચોવી  દિલ  દીધું  તોય   કદરદાની  નથી

દિલ કહે છે આંખને, આ શું કર્યું? તેં શું કર્યું?
જોઈ લે તું રોઈ બેઠી  આવી બન્યું  મુજ રાંકનું
તો  આંખ  બોલી....      ભૂલ થઈ,  ભૂલ થઈ
હું શું જાણું, ગુલાબ દેશે ડંખ                  
                          આવું મજાનું ફૂલ થઈ
એવી  એ  પ્રીત કદી   કોઈએ  પિછાણી  નથી

તારી મહેરબાની નથી                        
નીચોવી  દિલ  દીધું  તોય   કદરદાની  નથી

આંખમાં આંસુ હતાં,  હોઠ પર ફરિયાદ હતી
ભૂલાઈ  વાત   હવે   કોઈને  કહેવાની  નથી

સ્વરઃ અમીરબાઈ કર્ણાટકી
સીત-સંગીતઃ અવિનાશ વ્યાસ
ચિત્રપટઃ ગુણસુંદરી (૧૯૪૮)

ક્લીક કરો અને સાંભળોઃ
[પાછળ]     [ટોચ]