[પાછળ]
અલી તારું હૈયું કેસૂડાંનું ફૂલ

અલી તારું હૈયું કેસૂડાંનું ફૂલ અલી તારું હૈયું કેસૂડાંનું ફૂલ અલી તારું હૈયું કેસૂડાંનું ફૂલ અલી તારું હૈયું કેસૂડાંનું ફૂલ એ...જી...વ્હાલપને વગડે શું ઝબક્યું ગોકુળ ઓલ્યું ઝબક્યું ગોકુળ, ઓલ્યું કેસૂડાંનું ફૂલ અલી તારું હૈયું કેસૂડાંનું ફૂલ અલી તારું હૈયું કેસૂડાંનું ફૂલ ફાગણીયાની ફેંટે દીઠું કેસૂડાંનું ફૂલ ઓલ્યું કેસૂડાંનું ફૂલ ફાગણીયાની ફેંટે દીઠું કેસૂડાંનું ફૂલ ઓલ્યું કેસૂડાનું ફૂલ એ...જી...આંટે આંટે અટવાતું હૈયું થાતું ડૂલ એનું હૈયું થાતું ડૂલ ઓલ્યું કેસૂડાંનું ફૂલ અલી તારું હૈયું કેસૂડાંનું ફૂલ અલી તારું હૈયું કેસૂડાંનું ફૂલ પ્રીતિની પાંદડી ને કેસૂડાંનો રંગ ફોરમ એની ફરકંતી નાહોલિયાની સંગ એના નાહોલિયાની સંગ એ...જી...રે.... જોબનિયું જાગ્યું રે એનું વણમાગ્યું અમૂલ એનું વણમાગ્યું અમૂલ ઓલ્યું કેસૂડાંનું ફૂલ અલી તારું હૈયું કેસૂડાંનું ફૂલ અલી તારું હૈયું કેસૂડાંનું ફૂલ અલી તારું હૈયું કેસૂડાંનું ફૂલ અલી તારું હૈયું કેસૂડાંનું ફૂલ

સ્વરઃ હંસા દવે ગીતઃ ભાસ્કર વોરા સંગીતઃ ક્ષેમુ દિવેટિયા ક્લીક કરો અને સાંભળોઃ
[પાછળ]     [ટોચ]