ગરબે ઘૂમતી આવી મા મારી ગરબે ઘૂમતી આવી, મા મારી, ગરબે ઘૂમતી આવી ગરબે ઘૂમતી આવી, મા મારી, ગરબે ઘૂમતી આવી ઓ રે મા! ભગવતી મા! તારા વિધ વિધ સુંદર નામ કિયા સ્વરૂપે તુને ઓળખીએ તારા કામણગારા કામ ગરબે ઘૂમતી આવી, મા મારી, ગરબે ઘૂમતી આવી ચૂંદડી ચમકે, ટીલડી ચમકે, ઝાંઝરનો ઝણકાર માના ઝાંઝરનો ઝણકાર, ઓ માના ઝાંઝરનો ઝણકાર ચૂંદડી ચમકે, ટીલડી ચમકે, ઝાંઝરનો ઝણકાર માના ઝાંઝરનો ઝણકાર, ઓ માના ઝાંઝરનો ઝણકાર કંકણ ખણકે, મુખડું મલકે, માના મહિમાનો નહિ પાર માના મહિમાનો નહિ પાર, માના મહિમાનો નહિ પાર ઓ રે મા! ભગવતી મા! તારા વિધ વિધ સુંદર નામ કિયા સ્વરૂપે તુને ઓળખીએ તારા કામણગારા કામ ગરબે ઘૂમતી આવી, મા મારી, ગરબે ઘૂમતી આવી વન વન વાસી, ગઢની વાસી, સિંહવાહિની મા અંબે સિંહવાહિની મા, ઓ અંબે સિંહવાહિની મા વન વન વાસી, ગઢની વાસી, સિંહવાહિની મા અંબે સિંહવાહિની મા, ઓ અંબે સિંહવાહિની મા પાપ વિનાશિની, દુઃખ નિવારિણી, રક્ષા કર તું મા ઓ રે મા! ભગવતી મા! તારા વિધ વિધ સુંદર નામ કિયા સ્વરૂપે તુને ઓળખીએ તારા કામણગારા કામ ગરબે ઘૂમતી આવી, મા મારી, ગરબે ઘૂમતી આવી ગરબે ઘૂમતી આવી, મા મારી, ગરબે ઘૂમતી આવી ગરબે ઘૂમતી આવી, મા મારી, ગરબે ઘૂમતી આવી સ્વરઃ સરોજ ગુંદાણી ક્લીક કરો અને સાંભળોઃ
|