[પાછળ]
પૂછે છે દીકરી

પૂછે છે દીકરી, પૂછે છે દીકરી, બાપુ કહો ને, વીરા કહો ને દીકરી શાને બિચારી રે? મોઢેથી લક્ષ્મી, મોઢેથી લક્ષ્મી કહેતા છતાંયે, કહેતા છતાંયે અંતરને કૈંક છે અકારી રે પૂછે છે દીકરી. જપતપ આદરી દીકરા સૌ કોઈ માગે જો, દીકરી ન માગે કોઈયે ઉમંગથી દીકરી ન માગે કોઈયે ઉમંગથી, માને દુઃખ દેનારી રે પૂછે છે દીકરી. દીકરા ઉછેરે ઓછા ઓછા થઈને જો દીકરા ઉછેરે ઓછા ઓછા થઈને જો દીકરી ઉછેરે ઓછા ઉમળકે દીકરી ઉછેરે ઓછા ઉમળકે પારકી થાપણ ધારી રે પૂછે છે દીકરી. દીકરા દીપક એ કુળને અજવાળે જો દીકરા દીપક એ કુળને અજવાળે જો દીકરીને કહેશે માવડી પોતે દીકરીને કહેશે માવડી પોતે સાચવવી સાપની ભારી રે પૂછે છે દીકરી. દીકરા ઘરની સાહેબી ને સુખ માણે જો દીકરી બિચારી જાતે પોતાને આપનાર ને માગનાર એક પૂછે છે દીકરી. પૂછે છે દીકરી, પૂછે છે દીકરી, બાપુ કહો ને વીરા કહો ને દીકરી શાને બિચારી રે?

સ્વરઃ શાંતા આપ્ટે ગીતઃ નાટ્યમહર્ષિ પ્રભુલાલ દ્વિવેદી નાટિકાઃ દીકરી (૧૯૪૨) ક્લીક કરો અને સાંભળોઃ

(પ્રભુલાલ દ્વિવેદી લિખિત, એક પણ પુરુષ પાત્ર વિનાની, આ નાટિકા ‘દીકરી’ મુંબઈની શકુંતલા ગર્લ્સ હાઈસ્કૂલની વિદ્યાર્થિનીઓએ તા. ૧૮-૦૧-૧૯૪૨ના રોજ મુંબઈના ફોર્ટના વિસ્તારના એક્સેલસીયર થીયેટરમાં પ્રથમ વખત ભજવી હતી. નાટિકાનો પ્રારંભ જ આ ગીત વડે થાય છે.)

[પાછળ]     [ટોચ]