[પાછળ]
એક ચાંદ ઊગ્યો મનગમતો
એક ચાંદ......
એક ચાંદ ઊગ્યો મનગમતો
મારા મન ગગનમાં રે

એના નયન મસ્ત
જાણે સૂર્ય અસ્ત થઈ નદી કિનારે નમતો
એક ચાંદ ઊગ્યો મનગમતો
મારા મન ગગનમાં રે
એક ચાંદ......

ઓ રાતલડી....  ઓ રાતલડી
તું વેરણ થઈને વહેલી ના વહી જાતી
મારા મનમાં જાણે હળુંમળું
તોયે કરતું નાસીપાસી
તરસ્યાં તનમન તરસ્યાં રહેતા હજી
મને આવી અડપલું કરતો 
એક ચાંદ ઊગ્યો મનગમતો
મારા મન ગગનમાં રે
એક ચાંદ......

અલિ ઓ સજની
અલિ ઓ સજની
મારા   નાવલિયાના  લોચનિયામાં  પૂર્યું  કંકુ  કોણે?
મારા સોહાગી કુંકુમનું તિલક ઊગ્યું કયાં જઈ ડોલે?
જાણે એ જ તેજ તું કુમળું  મારે ભાલે આવી ભરતો

એક ચાંદ ઊગ્યો મનગમતો
મારા મન ગગનમાં રે
એક ચાંદ......

સ્વરઃ આશા ભોસલે
ગીત-સંગીતઃ અવિનાશ વ્યાસ
ચિત્રપટઃ મનુની માસી (૧૯૫૨)

ક્લીક કરો અને સાંભળોઃ

[પાછળ]     [ટોચ]