મુરલી વાગી રે મારા શ્યામની નિજનો શ્વાસ ભરે છે માધવ કાષ્ટતણી મુરલીના તનમાં કોણ બિરાજે હું કે મુરલી માધવના અંતર-આસનમાં ચલ, ચંચલ મન નિશ્ચલ થઈજા, ચલ યમુનાને તીર ઘટ ખાલી લઈને જ્યાં બેઠી ગોપી ઘેલી અધીર મુરલી વાગી રે..... મારા શ્યામની કેમે કરીને મારો લાગે ના જીવ ક્યાંયે ઓ................. હું તો હવે ના રહી કોઈના ય કામની મુરલી વાગી રે..... મારા શ્યામની આફુડો જાય ઊડી જીવ જમનાને તટ મેલવી છે મારે અવ અમથી આ ખટપટ ભલી મારી જાત ભલો ગિરધર નટખટ રટના લાગી છે મને એના એક નામની મુરલી વાગી રે..... મારા શ્યામની વૃન્દા તે વનની મહોરી વનરાયુંમાં ઘૂમવાનું રાત દિન સૂની સૂની ખાયુંમાં આવી રહે હોઠ ઉપર હૈયે જે માયું ના હું તો સદાની હવે શ્યામની, શ્યામની રે મુરલી વાગી રે..... મારા શ્યામની મારા શ્યામની, મારા શ્યામની સ્વરઃ સુધા મલ્હોત્રા ક્લીક કરો અને સાંભળોઃ
|